Thursday, 19 May 2022

શ્રી સરસ્વતી કૉલેજ ઓફ એજ્યુકેશન, ગીર ગઢડા

 

*ગુરૂર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:* 

*ગુરૂર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરવે નમઃ* 


*અજ્ઞાનીને જ્ઞાની કરનાર*

*અવગુણોને દુર કરનાર*

*અંધકારને પ્રકાશિત કરનાર*

*એવા મારા ગુરુને ગુરુપૂર્ણિમા નિમિતે શત શત નમન🙏🙏*


શ્રી સરસ્વતી કૉલેજ ઓફ એજ્યુકેશન, ગીર ગઢડા.



ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી

       ગુજરાતમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકા મા આવેલી જોશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા સંચાલિત સૌથી મોટી કૉલેજ એટ્લે શ્રી સરસ્વતી કૉલેજ ઓફ એજ્યુકેશન, ગીર ગઢડા જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે.


       ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓ માંથી યુવક અને યુવતીઓ પોતાની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનાં સપનાઓ સાથે કૉલેજમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેમાંથી 'હું' અને મારા સાથી મિત્રો કાર્તિકભાઈ, સુનિલભાઈ, મનોજભાઈ, વિજય, નીતિન, ચિરાગ, સાગર, સાહિલ, મેઘજીભાઈ, કૃણાલ, પૂજા ભટ્ટ, ઝરણા મહેતા, વિધી જોશી, દક્ષા પટેલ, રુચિ ભટ્ટ, હેતલ રામપ્રસાદી, કૈલાશ બારૈયા, હંસા, કાજલ, આશા, મનીષા.


BATCH 2020-2022


      આ કૉલેજમાં લગભગ બધાં વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે અહિં ભવિષ્ય બનાવવા માટે ઘણાં અવસરો પણ આપવામાં આવે છે, અને સાથે સાથે ઘણી બધી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે જેમકે ડાન્સ, સ્પોર્ટ્સ વગેરે. 

        

પ્રિન્સિપાલ શ્રી વિક્રમભાઈ જોશી

     કૉલેજની આન-બાન ઓર શાન કહેવાતા અમારાં પ્રિન્સિપાલ શ્રી વિક્રમભાઈ જોશીની વાત કરવા માટે તો મારી પાસે તો શબ્દ-ભંડોળ પણ ટૂંકો પડતો હોય એવું જણાય છે, કે જેઓ એવું વ્યક્તિત્વ ધરાવે છે કે, તમે તેમને ગમે તેવો અઘરું કાર્ય કે અઘરો પ્રશ્ન પૂછો તો, તે વ્યક્તિ એવાં ઉદાહરણ સાથે સમજાવશે કે તમને તરત જ સાવ સરળતાથી સમજાય જાશે. અને હાં દર્શના મેમ કેમ ભૂલાય..! મેમ ની વાત જ કાંઈક અલગ જ છે, અમે પરીક્ષાના પેહલા જ દિવસે મોડા પોગ્યાં ત્યાં તરત  જ કહી દેતા પરીક્ષાના દિવસે તો વહેલા પહોંચો..! જ્યારે તમારા વાઇવા, પરીક્ષા, વાર્ષિકપાઠ આ બધી પ્રવૃતિઓ પૂરી થતા પૂછતાં કે કેવું રહ્યુ. She is workaholic person in the college. 


        વિક્રમસરનું એક ઉદાહરણ મને બહુ ગ્યું જેમાં નાનો છોકરો તેની મમ્મીને કહે છે, "Mummy love you so much, તો મમ્મી કહે છે જા ફ્રીઝમાં રાખેલી ચોકલેટ લય લે, છોકરો થોડો મોટો થાય છે ને પાછો કહે છે Mummy love you so much, તો મમ્મી કહે છે તારા પપ્પાને હું વાત કરીશ એટ્લે તારા માટે સાયકલ લય આવશે, છોકરો થોડો મોટો થયને Mummy love you so much, તો મમ્મી કહે છે, હું તારા પપ્પાને વાત કરીશ એટ્લે બાઇક અપાવશે, છોકરો થોડો મોટો થયને Mummy love you so much, તો મમ્મી કહે છે હું તારા પપ્પાને વાત કરીશ એટ્લે લગ્ન કરાવી આપશે, થોડા સમય પછી તેનાં પપ્પા ગુજરી જાય છે, થોડા સમય પછી છોકરો તેનાં મમ્મી ને કહે છે, Mummy love you so much, તો મમ્મી કહે છે, તારા પપ્પા જતા જતા કેહતા ગ્યા કે છોકરો ગમે તેટલું કહે ક્યાંય સહિ કરતી નય." 


      કહેવાનું તાત્પર્ય એ છે કે છોકરો ગમે તેટલો પ્રેમ દેખાડે પરંતું તે કમાતો નાં હોય તો તેનું જીવન વ્યર્થ છે, એટ્લે ગમે ત્યાં સહિ કરવી નહીં. એવી જ રીતે આપડા ભવિષ્યની કલમ આપડા હાથમાં છે, ક્યાં સહિ કરવી ક્યાં નાં કરવી તે આપડે નક્કી કરવાનું છે. આવા અનેક ઉદાહરણો સાથે અમે અહિં બી.ઍડ પુર્ણ કર્યું છે.


પ્રિન્સિપાલ શ્રી વિક્રમભાઈ જોશી ને સમર્પણ એક નાની રચના,

આદર્શ ની મિસાલ બનીને,

જીવન ઉજળું કરતા શિક્ષક,

સદા ફૂલ માફક ખીલી ને,

  મ્હેક્તાં અને મહેકાવતાં શિક્ષક,

નત નવા ઉ.દા લઇને,

   હર પળ ભવિષ્ય બનાવતા શિક્ષક,

    સિઁન્ચેલા જ્ઞાનનું ધન અમને આપીને,

   ખુશીઓ ખૂબ મનાવતા શિક્ષક,

   પ્રકાશ સમાન આધાર બનીને,

  કર્તવ્ય તેનું નિભાવતા શિક્ષક,

 પ્રેમ સરિતાની ધારા બનીને,

   નાવ(હોડી) કિનારે પહોંચાડતા શિક્ષક.

       

                                       -આર. જાલંધરા
                                        9904482521