Thursday, 23 August 2018

કહેવાય છે.....



    કહેવાય છે...


જીવન હકીકતમાં જેવું જીવાય છે,
એવું ક્યાં કદી કોઈને કહેવાય છે..

આંખે છલકાતાં આંસુ છુપાવીને,
કોઈ પૂછે તો મજામાં છું એમ કહેવાય છે…

અઢળક ઇચ્છાઓ ઉછળતી અંતરે,
પણ ઈચ્છા મુજબ ક્યાં કશું થાય છે…

રોજ પીરસાય છે અહીં અવનવી વાનગીઓ,
ગુસ્સો ખવાય છે ને ગમ પીવાય છે…

સુખનાં મૃગજળ પાછળ તરસ્યા હરણની દોટ,
આ મૃગજળનું છળ ક્યાં કોઈને સમજાય છે..

તોય માણે ‘રુચી’ જિંદગી નાં રંગને,
પાનખરને પણ વસંત સમજી ઉજવાય છે…

                      -😊

No comments:

Post a Comment